Whatsapp Icon

ઑસ્ટ્રેલિયા અને ન્યુ-ઝીલેન્ડ ગ્રુપ ટૂરનો અનુભવ Flamingo Transworld સાથે!

By Flamingo Transworld on Mar 22, 2023

એક અનોખી ટુર ઓસ્ટ્રેલિયા અને ન્યુ-ઝીલેન્ડના પ્રવાસે ગયેલું આ ગ્રુપ “તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં”ના ગ્રુપ  કરતાં જરાય ઊતરતું ન હતું! ચંપકલાલ, પોપટલાલ અને  જેઠાલાલ હતા, દયાભાભી, અંજલીભાભી અને બબીતા પણ હતાં, નટુકાકા, આયર, બાઘો વગેરે પણ હાજર હતા! જો કે ટપુસેના ગાયબ હતી! આવો, અમારા આ અનોખા ગ્રુપનો પરિચય કરવું…..

અહીં,  Flamingo Transworld Pvt. Ltd દ્વારા આયોજિત Australia & New Zealand Tour Packages વિશે વધારે માહિતી મેળવો!

૧. નેહા અને વિરલ મહેતા (અમદાવાદ)

વિરલભાઈ ATIRAમાં વર્ષો સુધી રીસર્ચનું કામ કાર્ય બાદ ૧૦ વર્ષ પ્રોફેસર રહી હવે નિવૃત્ત છે. વસ્ત્રાપુરમાં સંયુક્ત કુટુંબમાં રહે છે. Lovely Lady નેહાબહેનને હાઉઝી, તીનપત્તી રમવાનો, મૂવી અને TV જોવાનો શોખ છે. બંને જણને સંગીતનો અને ફરવાનો ઘણો શોખ છે. તેમની જાપાનની ટૂર માટે ખૂબખૂબ શુભેચ્છાઓ!

૨. મીરા અને ડૉ. મયુર મહેતા (ખંભાત)

ડૉ. મયુરભાઈ  ખંભાતના ખ્યાતનામ બાળ-રોગ-ચિકિત્સક છે. છેલ્લાં ચાર દાયકાથી તેઓ ખંભાતમાં પ્રેક્ટીસ કરે છે. જાજરમાન મીરાબહેન તેમને સદાય સાથ આપતાં રહે છે. બંને જણને પત્તા રમવાનો, સંગીત સાંભળવાનો અને પ્રવાસ કરવાનો શોખ છે. બાળકોની સાથે રમી તેમને સંસ્કાર-વારસો આપવાનું તેમને ગમે છે.  

૩. ભાવના અને ગૌરાંગ વસાવડા (અમદાવાદ)

મિતભાષી ગૌરાંગભાઈએ વર્ષો સુધી બેન્કિંગ-ક્ષત્રે કામ કર્યું છે. હાલ નિવૃત્તિમાં પણ પ્રવૃત્ત છે! સૌમ્ય અને શાલીન ભાવનાબહેન ભાષા-વિદ્ છે. ઘણાં પ્રોફેશનલ્સને ગુજરાતી ભાષા શીખવે છે. બંનેને ફોટોગ્રાફી અને સંગીતનો શોખ છે. પ્રવાસ દરમ્યાન સૌથી મોકાની જગ્યાએ કુશળતાથી ફોટા પાડતાં આપણે સૌએ તેમને બિરદાવ્યાં છે!

૪. નીલા અને અશ્વિન પટેલ (અમદાવાદ)

અશ્વિનભાઈને શહેરમાં ટાયરની દુકાનો છે. રીઅલ એસ્ટેટ અને જમીનના કામકાજમાં પણ તેમને સારી ફાવટ છે. સુંદર નીલાબહેન અને અશ્વિનભાઈને ફોટોગ્રાફીનો બેહદ શોખ હોય તેવું જણાય છે! પોતાનામાં જ મસ્ત રહેનાર અને વારંવાર અદ્રશ્ય થઈ જતા આ યુગલનો લાભ ભવિષ્યમાં બીજાં પ્રવાસીઓને મળે તેવી આશા! 

૫. અમૃતબા અને નરેન્દ્રસિંહ ચૌહાણ (મોટેરા, અમદાવાદ)

પ્રવાસીઓમાં ‘બાપુ’ના હુલામણા નામે ઓળખાતા નરેન્દ્રભાઈ કોલાવડાના દરબાર છે. હાલ સફળ બિઝનેસમાં વ્યસ્ત છે. મોડેલ જેવાં રૂપાળાં અમૃતબા અને નરેન્દ્રસિંહને બંનેને ફરવાનો અને પ્રવાસો ખેડવાનો શોખ છે. તેઓ અનેક સુખદ પ્રવાસો કરતા રહે તેવી શુભેચ્છાઓ! 

૬. નયના અને ડૉ. હસમુખભાઈ શાહ (અમદાવાદ)

અમદાવાદના પ્રખ્યાત બાળ-રોગ-ચિકિત્સક હોવા ઉપરાંત ધાર્મિક અને સામાજિક કાર્યોમાં હસમુખભાઈ ઘણા વ્યસ્ત રહે છે. આદર્શ સહધર્મચારિણી નયનાનો સતત સહયોગ તેમને મળતો રહે છે! તમારી સાથે વધુ પ્રવાસ કરવાની ઈચ્છા છે!

૭. દર્શા અને રાજેશ કિકાણી (અમદાવાદ)

રાજેશભાઈ લગભગ ૩૫ વર્ષ ફાર્મા કંપનીઓમાં વ્યસ્ત હતા, હાલ નિરમા યુનિવર્સિટીમાં માનદ્-પ્રોફેસર છે. દર્શાબહેન  અને રાજેશભાઈ બંને જણ IIM-Aનાં ગ્રેજુએટ છે. સંગીત, વાંચન-લેખન અને પ્રવાસનો બંનેને શોખ છે.

૮.ઈન્દુબહેન અને જનક પટેલ (USA)

ફ્લાઈટ ચૂકી જવાથી તેઓ પ્રવાસમાં થોડાં મોડાં જોડાયાં પણ પછી પોતાની હાજરી સરસ પૂરાવી! જનકભાઈએ વર્ષોથી USAમાં બિઝનેસ જમાવ્યો છે. મળતાવડાં ઈન્દુબહેનને સંયુક્ત કુટુંબમાં રહેવાનું ગમે છે. બંનેને આસપાસ ફરવાનો, લોકોને મળવાનો, વાતો કરવાનો અને બાળકોને રમાડવાનો શોખ છે. 

૯. રેખા અને દિલીપ પટેલ (USA)

દિલીપભાઈ લાંબા સમયથી (૧૯૮૮ની સાલથી) USAમાં  સ્થ્યાયી થયાં છે, સફળ  બિઝનેસ ધરાવતા હતા, હાલ નિવૃત્તિ માણે છે. પ્રવાસ દરમ્યાન એક માત્ર બર્થડે ઊજવી અને તે દિલીપભાઈની! સુંદર જીવનસંગિની રેખાબહેનને  જમવાનો અને જમાડવાનો શોખ છે. બંનેને જૂનાં હિન્દી ફિલ્મી ગીતો બહુ ગમે છે. Keep it up! અમારી શુભેચ્છા!

૧૦. બીના અને રાકેશ પટેલ (USA)

પ્રવાસમાં મદદ કરવા અને ફોટા પાડવા કાયમ તૈયાર એવા રાકેશભાઈ યુએસએમાં છેલ્લાં ૨૦ વર્ષથી પોતાનો સફળ બિઝનેસ ધરાવે છે. અભિનેત્રી જેવાં સુંદર બીનાબહેન તેમની હારોહાર જ હોય! આંટીઓના વહાલા અને અન્કલોના દુલારા આ કપલને સતત પ્રગતિ થતી રહે તેવી શુભેચ્છાઓ!

૧૧. કુંદન અને અશોક અમીન (અમદાવાદ)

અશોકભાઈ સારા સ્પોર્ટ્સમેન છે, રેગ્યુલર ટ્રેકિંગ કરે છે, પ્રાણાયામ અને યોગાસન  કરે છે. તેમને  ગાવાનો ખૂબ શોખ છે. આપણી ટુરની શરૂઆત તેમના  ગીતોથી થઈ હતી. હસમુખા કુંદનબહેન એએમસીમાં કામ કરતાં હતાં. તેમને વાંચવાનું બહુ ગમે છે. તેઓ બહુ સોશિયલ છે. અશોકભાઈ બધી ટુરોમાં તેમના સંગીતથી લોકોને ખુશ કરતા રહે તેવી શુભેચ્છા!

૧૨. સ્વાતિ અને મયુર અમીન (અમદાવાદ)

મયુરભાઈને કામ કરવું બહુ ગમે! Workoholic!  તબિયતની તકલીફને કારણે ત્રણ-ચાર કલાકથી વધુ ન બેસી શકે છતાં ક્રિકેટ અને ટેનિસનો તેમને શોખ છે. Wildlife અને કુદરત-પ્રેમી છે. સ્વાતિબહેન  ટીવીના શોખીન છે, વાંચવાનું અને સંગીત તેમને બહુ ગમે, એકલાં-એકલાં પણ પિક્ચર જોવા પહોંચી જાય! સ્વાતિબેન, અમને ક્યારેક પિક્ચર જોવા લઈ જજો!

૧3 .જ્યોત્સના (બકી) અને પ્રકાશ પટેલ (અમદાવાદ)

પ્રકાશભાઈ મેઘમણી ઇન્ડસ્ટ્રીઝમાં (હેડ-ENV) કામ કરે છેપ્રવાસ અને વાંચનનો તેમને શોખ છે, રોજ યોગ અને પ્રાણાયામ કરે છે. શાંત સ્વભાવનાં બકીબેન સુડોકુના  એક્સપર્ટ  છે, તેઓ બેંકમાં નોકરી કરતાં હતાં, એકદમ પોઝિટિવ અને સ્ટ્રોંગ-હેડેડ છે, કોઈપણ તકલીફનો સામનો કરવા કાયમ તૈયાર! મદદ નહીં લેવાનો હઠાગ્રહ!  Keep it up, Bakiben!

૧૪. યામિની અને રાજેશ પંચાલ (અમદાવાદ) 

ઇન્દ્રપ્રસ્થના ઇન્દ્ર અને ઈન્દ્રાણી! રાજેશભાઈ  બિઝનેસમેન. ફરવું ગમે, ગાડી ચલાવવાનો ખૂબ શોખ. યામિનીબહેનને દાગીના અને કપડાંનો ભારે શોખ!  બંને જણને સંગીત અને પિક્ચર જોવા બહુ ગમે. યામિનીબહેન, નવા દાગીના કરાવો ત્યારે જોવા બોલાવજો!

૧૫. દિનેશ પટેલ (હાલ યુ.એસ.એ.)

 એન્જિનિયરિંગ અને ફેબ્રિકેશનનો બિઝનેસ હતો. બાળકો યુ.એસ.એ.માં સેટલ થયેલા છે. તેમને ફરવાનો શોખ છે,  જૂનાં ફિલ્મી ગીતો સાંભળવા બહુ ગમે છે. ખૂબ સોશિયલ છે.  મિત્રો યુએસએ ફરવા આવે ત્યારે ચોક્કસ તેમને મળવા બોલાવજો!

૧૬. સ્મિતા અને કિરીટ પટેલ (હાલ યુએસએ, ટેક્સાસ) 

તેમણે ઘણાં વર્ષો  યુએસએમાં આઈસ્ક્રીમનો ધીખતો  બિઝનેસ કર્યો છે. બંને જણ 25-30 વર્ષથી સ્વાધ્યાયમાં સક્રિય છે. સ્વાધ્યાયના કામ માટે  વર્ષમાં બે વાર તેઓ વેસ્ટ ઈન્ડિઝ જાય છે! પ્રવાસમાં જોડાતાં પહેલાની ફ્લાઈટમાંથી  બેગો અને સામાન ના મળવા છતાં  હસમુખા સ્મિતાબેન પ્રવાસમાં કાયમ બધાંની આગળ હોય!

૧૭. અરુણા અને મહેશભાઈ પટેલ (વડોદરા અને UK) તથા દેવિયાની પટેલ (UK)ની ત્રિપુટી 

પ્રવાસમાં “દેવાનંદ-વહીદા”ની જોડી તરીકે આ વડીલ-યુગલ સૌનું માનીતું  હતું. મહેશભાઈ ગોલ્ફ બહુ સારું રમે છે. અત્યારે પણ અઠવાડિયામાં પાંચ દિવસ ગોલ્ફ રમે છે અને વડોદરાની  ગોલ્ફ-એકેડેમીમાં ખેલાડીઓને ગોલ્ફ રમતાં શીખવે છે. ખેલદિલ અને સદાય હસતાં દેવિયાનીબહેન (સૌમ્ય અરુણાબહેનના દેરાણી) પોતે પણ ગોલ્ફના બહુ સારા ખેલાડી છે!

૧૮. ઈલા અને સનત કંસાગ્રા તથા રેખા અને હિતેશ કનેરિયા 

પ્રવાસમાં “વેવાઈ” તરીકે ઓળખાતાં આ મિત્રો વધુ પરિચય થાય તે પહેલા ગ્રુપને અધવચ્ચે જ છોડી અદ્રશ્ય થઈ ગયાં! આગળના પ્રવાસોમાં તેમનો લાંબો સાથ મળે તેવી શુભેચ્છાઓ!

૧૯. નેહા અને કિરણ પદ્મશાલી  તથા સુરેન્દ્રભાઈ અને માસી, 

ઓસ્ટ્રેલિયાથી પ્રવાસમાં જોડાયેલું આ કુટુંબ ગ્રુપની આંખોમાં અને દિલમાં વસી ગયું. કિરણભાઈ  વિદેશોમાં વિઝા અપાવવાની પ્રોફેશનલ કામગીરી કરે છે. એરહોસ્ટેસ જેવાં સૌંદર્યવાન નેહાબહેન તેમને ધંધામાં સહાય કરે છે. માતાપિતાને વિદેશનો  પ્રવાસ કરાવનાર અને સતત તેમનું ધ્યાન રાખનાર આ યુવા-દંપતીને લાખ-લાખ આશીર્વાદ! 

૨૦. ચંદુભાઈ કુબાડિયા (મુંબઈ)

યુવાનીમાં કચ્છ્છથી મુંબઈની સિંગલ-ટિકિટ લઈ ઘેરથી નીકળી પાડનાર સાહસિક ચંદુભાઈએ જોતજોતામાં મુંબઈમાં પોતાનું ઔદ્યોગિક-સામ્રાજ્ય ખડું કરી દીધું! પ્રવાસમાં સૌના પ્રિય એવા ધાર્મિક વડીલ ચંદુકાકાને ફરવાનો, જોવાનો, ચાલવાનો તથા સ્પોર્ટસનો શોખ છે. 

૨૧. હેતલ મુન્શી (અમદાવાદ)

ગ્રુપ-લીડર, હસમુખી અને નામને અનુરૂપ હેતાળ એવી હેતલ પોતાના કામમાં હોશિયાર છે. વર્ષોથી ફ્લેમિંગોમાં કામ કરે છે. તેમને સંગીતનો ભારે શોખ છે. ૪૦ મેમ્બરના ગૃપને એક તાંતણે બાંધવામાં સફળ રહી. Keep it up, Hetal! અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે!

About Author

Flamingo Transworld
Read All Post ⟶
Comments :
  1. Bhavana Vasavada says:April 8, 2023 at 1:19 pm

    પ્રવાસ હંમેશા આનંદ આપે છે .ખાસ કરીને રોજ એકધારું જીવન જીવતી સ્ત્રીઓ માટે પ્રવાસની એક-એક ક્ષણ જીવનભરનું સંભારણું બની જાય છે .કાકા કાલેલકરે કહ્યું છે કે ,” પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સફર “.
    Flamingo Travels સાથે સાચા અર્થમાં અમે શાહી સગવડ ભોગવી અને ભાતભાતનાં પકવાનનો આનંદ માણ્યો.આ group માં મોટાભાગનાં Senior citizens હતાં .એ બધાંને પ્રાણવાયુ પૂરો પાડવાની જવાબદારી પ્રેમાળ ટૂર મેનેજર હેતલ મુન્શીએ નિભાવી. Thanks Hetal
    Flamingo Travels ને શુભેચ્છા સાથે ઉમાશંકર જોશીની પંક્તિઓ અહીં ટાંકુ છું..
    ઘરનો ઉંબર જડ ઓળંગી આજ હવે
    પગમાં કંઈ પંથો રમાડું રે ,
    ક્ષિતિજ ઉંબર માટે પૃથ્વીને ઠેકવો ,
    ક્ષણ ન વાર લગાડું રે ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *