શુ તમે એક એવા દેશ નો પ્રવાસ કરવા માંગો છો? જેમા બધા જ દેશ ની ખૂબી હોય. તો આફ્રિકા ખંડ ના દક્ષિણ મા સ્થિત એવા સાઉથ આફ્રિકા મા તમે એવો અનુભવ કરી શકો છો કારણ કે ત્યા નુ વાતાવરણ અને ત્યાની શાંતિ તમારા મન ને હરી લે તેવી છે તથા ત્યા સુંદર દરિયા કિનારો, અદભૂત વન્યજીવ,અને સાહસિક પ્રવ્રુતિ ની મજા માણી શકાય છે.
અહીં અલગ અલગ અગિયાર ભાષાઓ બોલાય છે જેમ કે Afrikaans, English, Ndebele, Northern Sotho, Sotho, Swazi, Tsonga, Tswana, Venda, Xhosa and Zulu. તેમની પહેલી ભાષા Dutch અને English છે.આ દેશ એક એવો સમૂહ છે, જેની આજુ બાજુ પર્વતમાળા અને એક બાજુ સમુદ્ર છે. સાઉથ આફ્રિકા “The Rainbow Nation” તરીકે પણ ઓળખાય છે. કારણ કે ત્યા અલગ અલગ લોકો અને તેમની અલગ અલગ સંસ્કૃતિ નો અભિગમ છે. તથા તે તેના વાઇન અને રાંધણ કળા માટે પણ પ્રખ્યાત છે. સાઉથ આફ્રિકા એક એવો દેશ છે જયા તમે કોઇ પણ ઋતુ મા પ્રવાસ કરી શકો છો. તે ત્રણ બાજુ થી એટલાન્ટિક મહાસાગર અને હિંદ મહાસાગર થી ઘેરાયેલુ છે. ત્યા નુ વાતાવરણ હળવુ અને સુખદ છે.
સાઉથ આફ્રિકાના અલગ અલગ સ્થળ ની અલગ અલગ ખાસિયત નીચે દર્શાવેલીછે જે તમારા પ્રવાસ ને યાદગાર બનાવવા મા મદદરૂપ થઈ શકે છે.
Cape Town એ સાઉથ આફ્રિકા જેવા સુંદર દેશ નુ હૃદય છે. તે સાઉથ આફ્રિકા નું “Mother City” છે. અહીં અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો છે, જે તેને પ્રખ્યાત બનાવે છે.Signal Hill થી તમે શહેર તથા સમુદ્ર ને અદ્ભુત રીતે માણી શકો છો. Robben Island એ એક એવુ સ્થળ છે જયા ભૂતપૂર્વ પ્રમુખ નેલ્સન મંડેલા 18 વર્ષ કેદ રહયા હતા. અહીં એવી ટૂર થાય છે જેમા જેલ ના રાજકીય કેદી ઓ તેમની આબેહુબ છબી દર્શાવે છે.
સ્વાભાવિક રીતે બધા પર્વતો અણીદાર હોય છે પણ આ પર્વત એવો છે કે જેને કોઇ અણી જ નથી. તે ટેબલ જેવો સીધો છે તેથી તેને Table Mountain કહેવાય છે. સાઉથ આફ્રિકા મા આવ્યા પછી જો Table Mountain જ ના જોઈએ તો સાઉથ આફ્રિકા જોયું જ નથી તેમ કહી શકાય. એ એક એવુ સ્થળ છે જયાથી તમે Cape Town ને ખુબ જ સુંદર રીતે માણી શકો છો.
Cape of Good Hope પર થી તમે હિંદ મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર નો સંગમ નરી આંખે નિહાળી શકો છો. આ સ્થળ પર આવ્યા પછી વાસ્કોદિગામા ને એવો અનુભવ થયો હતો કે તે ભારત મા આવી ગયા છે. અહીં અલગ અલગ અને અદ્ભુત દરિયાઇ જીવો છે , તેમને સલામત કરવા માટે માનવસર્જિત જગ્યા ફાળવવામા આવી છે
અહીં વિચારી ના શકાય તેવા અદ્ભુત વન્યજીવ, ભવ્ય સમુદ્ર, સાહસિક પ્રવ્રુતિ અને સુંદર દરિયા કિનારા ને નિહાળી શકાય છે.
Victoria and Alfred Waterfront શહેરમાં આવેલું આકર્ષક સ્થળ છે. સાંજ ના સમય એ આ સ્થળ ખુબ જ સુંદર દેખાય છે. તેની આસપાસ સંપૂણૅ જીવંત બનાવી દે એવા બાર અને રેસ્ટોરન્ટસ છે.અહીં વિક્ટોરિયા શોપિંગ મોલ, ઔતિહસિક વસ્તુ નુ સંગ્રહાલય તથા સિનેમાઘર છે. તે ખરીદી કરવા માટે સારૂ સ્થળ છે.
સાઉથ અફ્રિકા મા શ્રેષ્ઠ એવા બે National Park આવેલા છે જેવા કે Kruger National Park અને Pilanesberg National Park.
Kruger National Park એ સાઉથ આફ્રિકાનું સર્વ શ્રેષ્ઠ સફારી પાર્ક છે. જેમા તમને અલગ અલગ પ્રકાર ના અસંખ્ય વન્યજીવો ખુબ જ નજીક થી જોવા મળે છે. એ વન્યજીવો ને નિહાળવાની મજા જ કઈક અલગ છે.
અહીં “Big Five” જેવા કે ભેંસ, હાથી, શિયાળ, સિંહ, અને ગેંડાનુ ઘર છે.
Pilanesberg National Park એ સાઉથ આફ્રિકાની ઉત્તર પશ્ચિમમા આવેલો પ્રાંત છે. આ પણ સફારી માટે પ્રખ્યાત સ્થળ છે. જેમા તમે નૈસર્ગિક જંગલ ની આજુબાજુ વિશિષ્ટ પ્રકારની જંગલ સફારી તથા અદ્ભુત બલુન સફારી નો આનંદ માણી શકો છો.
Sun City રિસોર્ટ સોંદર્યલક્ષી પર્વતો અને ઘાઢ જંગલ દ્ધારા ધેરાયેલુ છે. આ રિસોર્ટ Pilaneshberg National Park ની સરહદ પર છે. આ રિસોર્ટ આફ્રિકા ની સંસ્કૃતિ ને દર્શાવતી વિશ્વ ની બીજી બધી રિસોર્ટ થી ભિન્ન છે
Sun City માં ચાર હોટલ આવેલી છે: Palace Hotel, Cascade, Suncity Main and Cabanass. અહીં તમે આકર્ષક Casino પ્રશિષ્ટ સ્વાદ થી ભરપૂર એવી રેસ્ટોરન્ટસ અને વિશિષ્ટ પ્રકાર ના રમત ગમત ની મજા માણી શકો છો. તથા અહીં તમે જંગલ સફારી, ગોલ્ફ અને વેવીંગ પૂલ ની મજા માણી શકો છો.
Garden Route એ સાઉથ આફ્રિકા નો ખુબ જ સુંદર અને પ્રખ્યાત વિસ્તાર છે. તે સુંદર દરિયા કિનારો, શાંત સરોવરની ટેકરીઓ અને પર્વતો સાથે જોડાયેલો છે તેથી તેની એક બાજુ વિશાળ સમુદ્ર અને એક બાજુ પર્વતો ની હારમાળા છે અહીં ની વનસ્પતિ અને વન્યજીવ જોવાલાયક છે
આ Route સેલ્ફ ડ્રાઈવ માટે પ્રખ્યાત છે.
Knysna એ જંગલો અને શંતિપૂણૅ સરોવર કિનારા ની વચ્ચે આવેલુ છે. તે સમગ્ર દક્ષિણ આફ્રિકન દરિયા કિનારા ના ભૌગોલિક લક્ષણો ના પ્રહારથી વિકસિત થયેલુ છે
Ostrich Farm મા અલગ અલગ શાહ્મ્રુગ ના મોટા સમુદાય જોવા મળે છે. જો તમને સાહસિક પ્રવ્રુતિ કરવાની ઇચ્છા હોય તો તમે તેની સવારી કરી શકો છો, તથા તેના ઇંડા પર ઉભા રહી ને પણ મજા માણી શકો છો
Congo Caves એ હજારો વર્ષો થી કુદરતી રીતે તૈયાર થયેલી અદ્ભુત પ્રકારની ગુફા છે.આ ગુફા આજે પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યુ છે. તે અત્યારે કુદરતી અજયબી માથી એક છે
Bloukrans Bridge એ પુર્વ અને પશ્ચિમ cape ની વચ્ચે આવેલું છે. તેની ઊંચાઈ 216 મીટર છે. અહીં દુનિયા નુ સૌથી ઉંચુ Bungee Jumping થાય છે. આ Bungee Jumping થી તમે તમારા ભય ને ભુલાવી શકો છો. તો તૈયાર થઈ જાવ તમારા સાહસિક પ્રવ્રુતિ ના ભય ને દુર કરવા ને અલગ અલગ પ્રવ્રુતિ નો આનંદ માણવા માટે.અને જો તમને Bungee Jumping કરવા ની ઇચ્છા ના હોય તો તમે Bloukrans Bridge પર ચાલી ને પણ તેની મજા લઈ શકો છો
Tsitsikamma National Park એ કુદરતી વેલી, તોફાની નદી ના મુખ તથા દરિયાઈ પટ્ટી ની વચ્ચે આવેલું સ્થળ છે. તેના પર પર્વતીય કુદરતી વનસ્પતિ ની પ્રજાતિઓ છે. અહીં તમને અલગ અલગ વનસ્પતિ તથા પ્રાણીઓ પણ જોવા મળે છે
તો તૈયાર થઈ જાવ અદ્ભુત કુદરતી સોંદર્ય ને માણવા માટે, તથા ઉત્તેજક વન્યજીવ અને સાહસિક પ્રવ્રુતિ નો આનંદ લેવા માટે આજે જ બુક કરો સાઉથ આફ્રિકા ટૂર પેકેઝ!
Very good, it can also be translated in few different languages, especially English
Thank you
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Δ